- 19-01-2025
- 02-02-2025
- 16-02-2025
Shri Melbourne Shwetambar Jain Sangh (MSJS) organised Dhanyakumar Charitra - Advanced Course with Swadhyay Premi Shri Deepakbhai Shah (Bardoli) from 1st May to 3rd May 2020.
Click here to view and download
Click here to download audios of three days Swadhyay
Click here to view videos of three days Swadhyay
મને ખબર નથી પડતી કે હું કયા શબ્દોમાં MSJS અને તેમના બધા જ કાર્યકર્તાઓનો આભાર માનું. આ તો મારા કોઈ જન્મના પુણ્યનો ઉદય જ હોવો જોઈએ કે મને આવો ગુણિયલ સંઘ મળ્યો છે. ૨૦૧૫થી સંઘે જે જ્ઞાનનો મહોત્સવ ચલાવ્યો છે એણે મારા જેવા કેટલાય ના જીવનમાં ઘણા પરિવર્તન લાવ્યા છે. મને આજે આ lockdown ના સમયમાં જ્યારે બધા જ લોકો તેમને જે extra સમય મળ્યો છે તેનો lockdown ક્યારે open થાય એવા વિચારોમાં પસાર કરતા હશે ત્યારે શ્રી સંઘે એવો જ્ઞાન નો મહોત્સવ ઉજવ્યો કે જે પણ extra સમય મળ્યો તે બધો જ શ્રીપાલ રાજા નો રાસ અને પછી ધન્યકુમારના ગુણો ગાતાં ગાતાં પસાર થઈ રહ્યો છે. આવી શ્રી સંઘ અને દીપકભાઈની કૃપા અમારા પરિવાર પર સતત વરસતી રહે એવી જ શ્રી સુમતિનાથ દાદાના ચરણોમાં ભાવપૂર્વક વંદના છે. જે રીતે દીપકભાઈ ધન્યકુમારના ગુણવૈભવમાં લઈ ગયા અને તેમના એક એક ગુણ થી આપણને સૌને પરિચિત કરાવ્યા એનાથી તો હવે એવું લાગવા લાગ્યું છે કે હું પણ ક્યારેક ધન્યકુમારને મળ્યો હોઇશ અને ન મળ્યો હોઉં તો મારા આવનારા જન્મમાં તો હું તેમને જરૂરથી મળીશ કેમકે હવે તો જીવનના કોઈપણ નાનામાં નાના decision માં પણ એવો જ વિચાર આવે છે કે જો ધન્યકુમારને આ decision લેવાનું હોય તો તેઓએ શું decision લીધું હોત અને રસ્તો આપો આપ મળી જાય છે. ધન્યકુમાર ના ગુણો જીવનમાં એવી રીતે વણી લેવા છે કે દીપકભાઈનું એક વાક્ય “મળેલા જ મળે છે” એ સાર્થક બની જાય. હું ફરી ફરીને શ્રી સંઘ, સંઘના કાર્યકર્તાઓ અને દીપકભાઈનો હૃદયના ઊંડા ભાવથી આભાર માનું છું અને આપ સહુનું ઋણ સ્વીકાર કરું છું. |
આ દિવસોમાં એટલે કે lockdown માં બધાને શ્રીપાળ રાજાનો રાસ અને ધન્યકુમાર ચરિત્ર સાંભળતા જોઉં છું અને લાગે છે કે કેટલા બધા જુદા જુદા લોકો, જુદા-જુદા ગામથી, જુદા જુદા શહેરથી, જુદા જુદા રાજ્યથી, દેશ-વિદેશથી એકી સાથે online આ ધન્યકુમારનું ચરિત્ર સાંભળે છે ત્યારે લાગ્યું કે આવું તો પહેલાં ક્યાંય અને ક્યારેય જોયું નથી! તો આ તો એક અચ્છેરા જેવું થઈ ગયું ને? બીજો ભાવ એવો આવ્યો કે – જેવી રીતે શ્રીપાળ રાજાના રાસમાં - ગુણસુંદરીને પરણવાના હોંશથી રાજકુંવરો, વ્યાપારીઓ, ગોવાળિયાઓ અને ખેડૂતો વગેરે અઢારે વર્ણના લોકો ઘરના આંગણે, મેડીએ અને માળે એમ સર્વ ઠેકાણે વીણા જ રણઝણે છે તેવી જ રીતે આ ધન્યકુમાર ચરિત્રના Advanced course માં entry મેળવવા માટે ખાલી પુરુષો જ નહીં પરંતુ વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો, જૈનો અને અજૈનો, નાના અને મોટા, દરેક ઘરના આંગણે, મેડીએ, માળે, કોઈ રસોઈ બનાવતાં બનાવતાં તો કોઈ કામ કરતાં કરતાં, ક્યાંક કોઈ સ્વાધ્યાય કરતાં કરતાં તો ક્યાં કોઈ બાળકો રમતાં રમતાં, ક્યારેક ધ્યાનથી પણ ત્રણે ટાઈમ અને ત્રણે કાળ એટલે કે “કલ આજ ઔર કલ” અને “સવાર-બપોર-સાંજ” બસ ધન્યકુમાર જ દેખાય છે અને સંભળાય છે! દરેક ઠેકાણે અને દરેક ઘરે (ડોક્ટરની દવા ની જેમ ભૂલ્યા વગર) બસ દીપકભાઈ નો જ અવાજ (ધન્યકુમારના ચરિત્રના માધ્યમે) રણકે છે, સંભળાય છે. આ પણ એક જોવા જેવું દ્રશ્ય છે! અદ્ ભૂત! અદ્ ભૂત! હવે આ નવું જ જાણવા મળ્યું. ખૂબ ગમ્યું. ૧. તત્વ - જે ત્રણેય કાળમાં ક્યારેય નાશ પામતું નથી ૨. શ્રેણિક મહારાજાએ કુમાર વર્ધમાન (પ્રભુ) સાથે મિત્રતા કરી હતી. ૩. તીર્થંકર પરમાત્માના પાંચે પાંચ કલ્યાણક વખતે, જે પણ આત્માનું પછી એ પાત્ર હોય કે અપાત્ર, આયુષ્ય બંધાય તો તે સદ્ ગતિનું જ બંધાય. |
પ્રણામ દીપકભાઈ, સૌપ્રથમ તો આપની અને મેલબોર્ન શ્રિસંઘ ની હૃદયના ઊંડાણ થી ભૂરી ભૂરી અનુમોદના. આપ અમારા ઉપકારી છો, આપ સાચા કલ્યાણ મિત્ર ની જેમ ધન્યકૂમાર ના કથાનૂયોગ દ્વારા અમારો સમય સોનાનો કરી દીધો છે ... ઈર્ષા અને દ્વેષ.. કેવી રીતે ગુણ અને સત્વ મા પરિવર્તિત થાય એનો રાજમાર્ગ બતાવી દીધો છે.. અમારે માત્ર આ માર્ગ પર ચાલવા નો પુરુષાર્થ કરવાનો છે... અને ચાલવામાં કંપની છે, ધન્યકૂમાર, કલ્યાણ મિત્ર દીપકભાઈ અને મેલબોર્ન શ્રીસંઘ ની.. એટલે કે સાચી સમજણ ની. આ કથાનૂયોગ ના શ્રવણ દરમ્યાન એવી પ્રતીતિ થાય જાણે ધન્યકૂમારે મેળવેલી તેજાંતુરી માટી (પાર્શ્વ પાષાણ ખાણ) અને ચિંતામણિ રત્ન ની પ્રભાવના આપે આ કથાનૂયોગ દ્વારા બધાને કરી છે... જ્યારે પણ ઈર્ષા, દ્વેષ ઇત્યાદિ નો એહસાસ થશે જેના લીધે હૃદય અને હૃદયના ભાવ તાંબા જેવા લાગશે ત્યારે તુરંત ધન્યકૂમાર નુ શ્રવણ અને સ્મરણ કરશુ તો એમ લાગશે જાણે તાંબા જેવા વિચારો પર તેજાંતુરી માટી લગાવી છે અને ખરાબ ભાવ તુરંત સારા ભાવ મા પરિવર્તિત થશે.. જેમ તાંબુ સોના મા પરિવર્તિત થયું. જેમ ગંગાદેવી એ કહ્યું હતું.. "ચિંતા જો થાય, આ ચિંતામણિ રત્ન ના સંકલ્પ ના કારણે ચિંતા દૂર થઈ જશે".. અમારી માટે ચિંતામણિ રત્ન તો ધન્યકૂમાર અને એમનું સ્મરણ છે.. જેને યાદ કરતા, એમના ગુણ ને યાદ કરતા સાંસારિક ચિંતા પ્રવર્તતી હશે તો માર્ગ સુજાડસે.. ધન્યકૂમાર કથાનૂયોગ નુ શ્રવણ અને ચિંતન સતત ચાલુજ છે.. કારણ, નજર હટી તો દુર્ઘટના ઘટી.. આપ અમારા ઉપકારી છો.. આપે કહ્યું , આર્ય દેશ ની ઉત્તમ પરંપરા મુજબ,જેનાથી આપણું કલ્યાણ થયું હોય.. લાભ થયો હોય.. ફાયદો થયો હોય.. એને કશુંક આપ્યા વિના ક્યારે પણ રહેયાવ નહિ... એના એક ભાગ રૂપે, જેટલા પણ સગ્ગા, સ્નેહી અને મીત્રો છે.. જેમણે આપ ના મુખે ધન્યકૂમાર કથાનૂયોગ નુ શ્રવણ નથી કર્યું અથવા વંચિત રહી ગયા છે એ બધાંની સાથે આ ચરિત્ર શેર કર્યું છે, એક ભૂમિકા બનાવી એમને આગ્રહ કાર્યો છે શ્રવણ કરવાનો... ફેમીલી માં યુંગસ્ટરસ ને પ્રોત્સાહન આપ્યું છે આ શ્રવણ કરવા.. અને જેમણે શ્રવણ કર્યું છે.. એમની સાથે બેસીને ( ફોન માં) ચિંતન કરીએ છે... |
શ્રી મેલબોર્ન સંઘ શ્રી દીપક ભાઈ શ્રી અલ્પેશભાઈ શ્રી નીતિન ભાઈ શ્રી હિરેન ભાઈ શ્રી સંઘ ની સુચારુ ટીમ આ વિકટ પરિસ્થિતિ માં આપ સર્વે એ જે સહભાગ આપ્યો છે એની ભૂરી ભૂરી અનુમોદના 🙏🙏 શ્રી દીપકભાઈ ની આગવી શેલી .. એમનાં હૃદય ના ભાવો .. એમનું શુભ જ્ઞાન .. એમની શ્રી નવપદ જી ની સાધના ..એમનું ધન્ય કુમાર કથા નું રસ પાન અને તેમને મળેલ પ. પૂજ્ય આ. પ્રદ્યુુુુમ્ન સુરી અને અન્ય ગુરુ ભ. ની અમી દ્રષ્ટિ .. સાથે શ્રી નીકેશ ભાઈ સુરત નો સુમધુર કંઠ ના માધ્યમ થી પ્રભુમય પ્રયાસ શ્રી નીતિનભાઈ ની સર્વે ને એકત્ર કરી આ જ્ઞાન નું પાન કરાવ્યું શ્રી હિરેનભાઈ એ શાસ્ત્ર ના દરેક ગદ્ય અને પદ્ય નું સ્કેન કરી સર્વે જોડાઈ શકે તેનું સ્મરણ કરી શકાય તેવી વ્યવસ્થા શ્રી મેલબોર્ન સંઘ ની દીર્ઘદ્રષ્ટિ અને ટીમ વર્ક તથા નામી અનામી કાર્યકર્તા ઓ ની ભૂરી ભૂરી અનુમોદના.. પડદા પાછળના સહકારી શ્રી તપન ભાઈ જેમને વિડિયો ગ્રાફી નું ઉમદા કાર્ય સંભાળ્યું તેમજ શ્રી નિશલભાઇ જેમણે ઝૂમ એપ થી લઈને રેકોર્ડિંગ નું પણ ઉમદા કાર્ય કર્યું છે સાથે ધન્ય કુમાર મય બનેલ સર્વે સંઘ ના શ્રાવક તથા શ્રાવિકા ને પ્રણામ અંતરથી સર્વે ના કાર્ય ની અનુમોદના અને આભાર વ્યક્ત કરું છું આ કથા ના સ્વાધ્યાય દરમ્યાન સંસાર સ્વરૂપ કેવુ બિહામણું છે અને સંસાર મા પોતાના જ કહેવાતા આપણા સ્વજનો પણ આપણા નથી . સર્વે સ્વાર્થ ના સંગાથી આમ કહું તો આપણા કર્મ જ એમાં મહત્વ નું સ્થાન ભજવે છે તેમાં ધન્ય કુમાર ની દીર્ઘ દૃષ્ટિ જે પોતાના કહેવાય એવા સ્વજનો ને પણ કોઈ દુઃખ ના થાય તે માટે કેટ કેટલી વાર સર્વ છોડીને ફક્ત પોતાના કર્મો સાથે લઈ આગળ વધે છે પરમાત્મા સુદેવ સુગુરૂ અને સુધર્મ સિવાય આ સંસાર મા બીજો કોઈ જ આપણો તારણહાર નથી આપણા સંસાર મા આવતી સર્વ ઉપાધિ ફક્ત અને ફક્ત આપણા કરેલા કર્મોનું ફળ છે જ્યારે ધર્મ થી આ સર્વ કર્મો નું નિવારણ સર્વથા શક્ય છે સંસારમાં રહીને પણ કેવી તે જીવવું અને બીજાને અનુરૂપ થવું તેના અનેક ઉકેલ શ્રી દીપકભાઈ એમની આગવી શૈલી મા સમજાવ્યા . જે સ્વાધ્યાય એમણે એમનાં જીવન મા કર્યો, દેવ ગુરુ અને ગ્રંથો નું ગૂઢ પાન પોતે કરી મારા અને સર્વેની ઉપર એક મહત્વનો ઉપકાર કર્યો છે જેનો હુ ઋણી છું કૃતજ્ઞ ભાવ થી હું સર્વેને ભાવ થી વંદન કરું છું આ સ્વાધ્યાય દરમ્યાન કેટ કેટલા તરંગો ઉમટ્યા . ધન્ય કુમાર નામ થી જ નહિ ગુણો થી પણ ધન્ય હતા અશ્રુ ભીની આંખે આ સ્મરણ કરતાં મારું રોમ રોમ ઉમટી રહ્યું છે મારા મન ના સ્પંદનો ધન્ય કુમાર મય બની ગયા છે લૉક ડાઉન મા આટલું સરસ અને સરળ ભાષા માં વિવેચન જે કથા ના માધ્યમ થી પાન કરાવ્યું ... છેલ્લે એટલુજ કહીશ કે આગામી સ્વાધ્યાય મા આપ મને જોડશો તો આભારી રહીશ આપનો આભારી |
ધન, ધાન્ય, "ધન્યકુમાર"નુ સૌભાગ્ય સહુને હોજો , અંધારા ભીતરથી ભાગે જીવન "ઝળહળ" થાજો !! દેવ, ગુરુની જ્ઞાન-ધારાઓ, સદાય ખળખળ વહેજો... જિનશાસનની ધર્મ-ધજાઓ, યુગો સુધી લહેરાજો !! જય જિ ને ન્દ્ર !! |
"DhanyaKumar" > "Dhanya~DIPAK~kumar" > "Dhanya~jivan" > "Dhanya~Vani"... Badhu j "Dhanya" !! Badhu j "Bhavya" !! Badu j "Divya" !! ચરિત્ર થી ચારિત્ર સુધી.. અશુભ થી શુભ સુધી... વિકાર થી વિરાટ સુધી... થાક થી કથા સુધી... દીવાા થી દાવાનળ સુધી... ભાગ્ય થી સૌભાગ્ય સુધી... જાગ્રતિ થી જાગૃતિ સુધી... "મિથીલા" થી "મેલબોર્ન" સુધી... Shri "Pujya" na "Gyan~Dipak" no Jay thaO !! |
It’s very much useful and effective to change our present lifestyle and also change our thought process |
Adbhut,awsome,no words...dipak bhai e bhagvati maa saraswati nu vardan che..,emna antakaran ne mulavvu ashakya che,emna bhavo,emna padartho,emni vani ...antar ne khub bhavit kare che...mara mata pita shreepal raja na ras ma khub anandit thaya...aap shri sangh ne pan khub dhanywad che k aava sukrut na aap nimit bano cho. |
ADBHOOT !!! No words exist to express, Shri Deepakbhai Ane aap no upkaar, Aap ne khub khub Abhinandan ane Anumodana |
ખુબજ પ્રેરણાત્મક પ્રવચન બાળકો સાથે સાંભળીએ છીએ. |
શુભ ભાવ મા જવા માટે નું શ્રેષ્ઠ આલંબન અને જીવન ની સમાધિ સાચવવા ની જડી બુટ્ટી ઓ |
We r really lucky to have Bhavvahi. Swadhyay with deepak bhai and thanks a lot for your efforts.. Anumodana |
Pravachan is very heart touching and its easy to understand. Thank you so much for pravachan in quarantine also.Anumodana |
Cannot express in words Lakh lakh Anumodna Organizers ne ane Deepakbhai ne. Divas na kyare 3 vage ane kyare aa pavitra Charitra nu sravan karu bus e j wait karto hou che. Aakho divas ma je kai karu e aamathi je sikhyu e aacharan ma lavani koshish karu che |
Aa jivan bahuj puny thi malyu che to Dhany kumar na guno ne ghut va che bassss jivan ma utarva che |
I don't have words I just can't stop my tears Aap no khub khub Aabhar |
Soul awakening.... |
Feeling like listening this swadhyay again and again, as very well said by Respected Shri Deepakbhai. |
Very inspiring and moving, praying this swadhaya guides us all to changing our Mana Vrutti. |
words can't describe how many hearts this swadhay has opened .khub abhar and anumodna for giving us this opportunity n labh. |
I can't actually describe in words how much myself and my mom who attended the svadhyay live everyday enjoyed it. My 2 month old son has been listening to this svadhyay also everyday ( mainly in his sleep ) . What I learnt was mainly it's not important to just read or know the story. It's important to go into the depth of each and every thing that mahapurush like Dhanyakumar does in their life. We normally talk about buddhi of Shri abhaykumar but even Dhanyakumarji was so intelligent . The depth with which Deepakbhai explained things for our day to day life are something which has given us reason to introspect and I will definitely try to inculcate those in my day to day family life. The way in which Deepakbhai explained Niti shastra in this svadhyay doesn't really have any mulya. I got to know about this svadhyay via abhay Bhai and garbhasanskar Kendra and I would like to thank Dev , guru , Abhay Bhai , Melbourne Jain sangh and Deepakbhai for such good svadhyay. |
Words cannot express how much truly blessed we are for the lifetime opportunity of hearing this Dhanakumar Charitra from Shree Deepakbhai. It makes us feel how much lost we are in life and hopefully hearing this again and again can take us in the right direction. |
દીપકભાઈ ના મુખે , આપ સૌ ના સહિયોગ થી સુંદર રીતે શ્રી ધન્ય કુમાર નું ચરિત્ર સાંભળ્યું, ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું, ઘણું અમલ માં લઇ તરી શકાય એવી જાણકારી મળી. ખુબજ આનંદ થયો કે મને મારા કલ્યાણ મિત્ર એ આપની લિંક મોકલી, જેથી મને આપને સાંભળવા નો લાભ મળ્યો. મારી તો ફક્ત એટલીજ પ્રવૃત્તિ હસે કે વધારે માં વધારે શ્રી ધન્ય કુમાર ના ચરિત્ર ને સમજી શકાય અને થોડા ઘણા અંશે અમલ માં મૂકી શકાય. આપ સૌ , શ્રી દીપકભાઈ, શ્રી નીતિનભાઈ, અને બીજા બધ્ધા સહિયોગી ભાઈ ને ખૂબખૂબ ધન્યવાદ. |
Very nice. Intially I and my mummy were joining but within 2-3 days automatically other family members joined. Now is the scenario ke ghar na 8-9 jana swadhyaay ma interest leva lagya. Bija relatives ne pan kehva lagya. It's really nice to understand the fundamentals of karma and life events specially in joint family. Deepakbhai's explanation with real life insights was really helpful. Emna words: "Vavazoda ma vahaan chalaavva jevu chhe aaj na kal ma dharm karvo and ema taki rehvu." Ek kalyan mitra e share karyu hatu aa swadyaay wishe. Pehla j divas thi joint family, e related nu punya, prayatna and e badhu sambhalvu gamyu. Life ma prem thi hali mali ne sathe rehvu joiye e maanvu ane ene sarthak karvu. E janta hova chhata kyarek thati bhulo samjhai. Self introspection karta karta ghani nirmalta aavti gai. Ghanu thayu e ya karyu e sachu hatu and e karta karta family ne joint rakhvama aavta challenges aave j. Ene badha e samta purvak kevi rite karvu e jaanva malyu. Ghani jagya e jatu karvu e yogya j hatu. Kemke bhagya ya karm thi wishesh kai j na male e vadhu dradh banyu. Vicharyu notu ke aatla badha divas jinvaani aa swarupe pan malshe. Parantu prabhu jyare dhyan rakhe tyare e khub saru dhyan rakhe. Ghanu nitishashtra nu pan janva malyu. Dhanyakumar na wishe atyar sudhi matra naam j sambhlayu hatu.. Aaje aatli sari rite samajhya pachhi matra bhagya j nahi.. emna vairagya and tyag jeva guno pan vadhu ne vadhu satva forvi ne kelavva jeva lagya. Haju last and very important session of Dhanyakumar's swadhyay baki chhe. Aaje sambhalishu. We were listening youtube video through video links. We were eagerly waiting for the links. Khub saras time swadhyay ma spend thayo. Navi drashti pan mali life events mate. Business mate and new initiatives mate pan dhanyakumar ni nihaspruhta and bhagya (karma) ne ajmavvani vaat ghani inspirational rahi. Girnar and Giriraj ni dhwaja na divse javana bav j bhaav hata. Aa drashti thi ena mate pan mann nu samadhaan pan thayu. Dev Guru and dharm pasaaye Aap sahu amari life ma kalyan mitra tarike aavya. Aapne jetlu thanks kahiye etlu ochhu. Khub khub anumodna. Aava sukrut karta rehjo. |